
કરીનાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ "જબ વી મેટ" સફળ થઈ પછી તે હવે કાપડ ઉદ્યોગમાં ઝંપલાવી રહી છે.
હિરોઇન તરીકે સારી ચાલતી હોવા છતાં તેને કપડાં વેચવાનો વારો કેમ આવ્યો? અરે, તમે વધુ વિચારીને ચોંકી ના
જતા એ તો કરીના પોતાની બ્રાન્ડનાં કપડાં લોન્ચ કરવાની છે એની વાત કરું છું. બહુ જલદી તેણે લોન્ચ કરેલાં કપડાં
માર્કેટમાં દેખાશે. અને હા, પોતાની બ્રાન્ડનાં કપડાં લોન્ચ કરનારી કરીના પહેલી ભારતીય હિરોઈન છે...
વર્ષ 2007માં "જબ વી મેટ"ની સફળતા પછી આ વર્ષે તો તેને સારા એવા એવોર્ડ્સ મળ્યા છે. એક કલાકાર તરીકે કોઈ આપણા કામના વખાણ કરે તો કોને ના ગમે! અને આમ પણ દરેક કલાકાર ઈચ્છે છે કે તેના કામની પ્રશંસા થાય. મારા માટે એ પાત્ર ભજવવું બહુ મુશ્કેલ હતું, પણ મને એ પાત્ર ભજવતી વખતે ખરેખર બહુ મજા આવી.

પ્રશ્ન - "ગોલમાલ રિટર્નસ" કરવાનું કારણ શું?
જવાબ - સાચું કહું તો મેં અત્યાર સુધી એક પણ કોમેડી ફિલ્મ કરી નથી. એટલા માટે "ગોલમાલ રિટર્નસ"થી કોમેડી
રોલની શરૂઆત કરવા જઈ રહી છું. ગોવામાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે અને મને બહુ મજા આવી રહી છે. તમને
નવાઈ લાગશે પણ છેલ્લા દસેક દિવસમાં અમે લોકોએ બહુ ધમાલમસ્તી કરી છે. અમે લોકો હંમેશાં હસતા જ હોઈએ
છીએ. મારા જીવનનો આ એક નવો અને સરસ અનુભવ છે અને હું તેને હસતાં હસતાં માણી રહી છું.
પ્રશ્ન - તે "ગોલમાલ" ફિલ્મ જોઇ છે?
જ્વાબ - અરે, જોઈ છે એટલે જ તો હું અહીં છું. ખરેખર રોહિતે ગજબની ફિલ્મ બનાવી છે. વળી, "ગોલમાલ"ની
સિકવલમાં હું કામ કરી રહી છું એની મને વધારે ખુશી છે. "ગોલમાલ"માં મને તુષારનો મૂગાનો રોલ બહુ ગમ્યો.
પ્રશ્ન - તું અને તુષાર ઘણા લાંબા સમય પછી પડદા પર સાથે દેખાવાના છો એ માટે તેને કેવું લાગે છે?
જવાબ - તુષાર આજે પણ પહેલાં જેવો જ છે. "મુઝે કુછ કહના હૈ" અને "જીના સિર્ફ તેરે લિયે"માં તે મારો બોયફ્રેન્ડ હતો. "ગોલમાલ રિટર્નસ"માં તે મારા ભાઈનો રોલ કરી રહ્યો છે.
પ્રશ્ન - "ગોલમાલ રિટર્નસ"માં તારું પાત્ર બાલાજી સિરિયલ્સની ફેનનું છે. શું રિયલ લાઈફમાં પણ તને સિરિયલો
જોવી ગમે છે?
જવાબ - બહુ ખાસ તો નહીં, પણ હા થોડા સમય પહેલાં હું સિરિયલો જોવા માટે ચોક્કસ સમય ફાળવતી હતી.
"ગોલમાલ રિટર્નસ"માં મારું પાત્ર બાલાજી સિરિયલો પાછળ ધેલી બનેલી છોકરીનું છે. તે હંમેશાં ટીવી સામે જ બેઠેલી
હોય છે. અરે, તે છોકરી એના પતિ પર શંકા કરે છે અને સિરિયલોની હિરોઈનોની જેમ તેને પણ માથામાં સિંદૂર,
મંગળસૂત્ર અને ચાંદલો કરવો બહુ ગમે છે. જોકે, તે છોકરી સાડી નથી પહેરતી, પણ મોડર્ન છે. એક ખાસ વાત એ છે
કે ફિલ્મમાં એ છોકરીનું નામ પણ એકતા જ છે.
પ્રશ્ન - "ઓમકારા" પછી અજય સાથે તારી આ બીજી ફિલ્મ છે?
જવાબ - અમારા બંને વરચે સારી એવી કેમેસ્ટ્રી છે. અજય સાથે કામ કરવું મારા માટે બહુ કમ્ફર્ટેબલ છે.
પ્રશ્ન - એવું સાંભળ્યું છે કે તું જોન સાથે પણ એક ફિલ્મ કરી રહી છે?
જવાબ - હા, એવી વાત તો મેં પણ વાત સાંભળી છે. ખરેખર તો આ અંગે હજુ સુધી કોઈએ મારો સંપર્ક સાઘ્યો નથી.
પ્રશ્ન - શું તારી બહેન કરિશ્મા પણ ફિલ્મોમાં પાછી આવી રહી છે?
જ્વાબ - ના રે ના. હાલમાં તો એ તેના પરિવાર સાથે રહીને જ બહુ ખુશ છે.
પ્રશ્ન - આ વર્ષે તારી બીજી કઈ ફિલ્મો આવી રહી છે?
જ્વાબ - "ગોલમાલ રિટર્નસ" અને "ટશન" ઉપરાંત "કમબખ્ત ઈશ્ક"માં હું અક્ષય કુમાર સાથે કામ કરી રહી છું.
તેમાં હું એક હાઈ સોસાયટીની યુવતીનો રોલ ભજવી રહી છું. આ સાથે જ શ્રી અષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડ સાથે
પણ ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેકટ કર્યો છે.
પ્રશ્ન - હોમ પ્રોડકશન આરકે ફિલ્મસ સાથે તું કોઈ ફિલ્મ કરી રહી છે એ વાત સાચી છે?
જ્વાબ - ડેડી (રણધીર કપૂર) બે ફિલ્મ પ્રોડયુસ કરવાના છે. ડેડીએ તે ફિલ્મોના વિષયની પસંદગી કરવાનું કામ મને
સોંપ્યું છે. જોકે, હું જે ફિલ્મ કરીશ તે ફીમેલ રિલેટેડ હશે. મોટા ભાગે આરકે ફિલ્મસ ફીમેલ રિલેટેડ જ હોય છે. બીજી
ફિલ્મમાં કઝિન રણવીર કપૂર હશે.
પ્રશ્ન - હાલમાં તો રિમેકસની બોલબાલા છે તો શું આરકે બેનર એકાદ ફિલ્મની રિમેક બનાવવાનો પ્લાન કરે છે કે
નહીં?
જવાબ - ના. હાલમાં તો એવું કોઈ પ્લાનિંગ કર્યું નથી. જોકે, મારી ઈચ્છા છે કે "પ્રેમરોગ" અને "રામ તેરી ગંગા મેલી"ની રિમેક બનાવવી જોઈએ. આમ પણ અત્યારના જમાનાની વાત કરીએ તો એ ફિલ્મોનું મહત્ત્વ આજે પણ પહેલાં જેટલું જ છે.

લોડ થઈ રહ્યું છે...